Valasad dharampur intercity bus iregular ..
Thursday, 15 January 2015
Tuesday, 14 October 2014
print and share bus sing all passenger
ધરમપુર મુસાફરો મંડળ
ધરમપુર
તા.__/___/૨૦૧૪
માનનીય સાહેબ ,
વિષય :- ધરમપુર થી વલસાડ બસ સેવામાં વધુ પડતી અનિયમિતતાના બાબતે વારંવાર ફરિયાદો કરવા બાદ પણ તંત્ર આંખ આડા કાન કરી .મુસાફરો ને તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.
માનનીય સાહેબ શ્રી
જય હિન્દ સાથે સાહેબશ્રી ને જણાવવાનું કે ધરમપુર અને વલસાડ ડેપો ના સંયુક્ત રૂપે અપાતી બસ સેવા (intercity) ના ખુબ લાંબા સમય થી સારી આવક સાથે કાર્યરત છે .જે હાલ ના સમયે સમયના બદલાવ સાથે તેની સેવા ઓમાં પણ સચોટતા અને સમયસુચકતા વધે ઐવી આશા સાથે સાહેબ શ્રી ને જાણવાનું કે અમારા મુસાફરો ના નીચે મુજબ ના સૂચનો ધ્યાનમાં રાખી વધુ સારી સુવિધા અને વધુ આવક મળે એવી આશા સાથે રજુવાત કર્યે છે.
૧.વલસાડ થી ધરમપુર ના સવારે ૬.૦૦ વાગ્યા થી રાત્રે ૯.૩૦ ચાલુ રહેતી સેવા સવારે ૫.૩૦ થી સાંજે ૧૦.૦૦ વાગ્યા સુધી કરવા પ્રયત્ન કરવો.
૨.હાલ જે ૧૫.મિનીટ ના આંતરે ચાલતી બસ(બંને @નોન સ્ટોપ /લોકલ ) સેવા એક સમયે બંને બસ સમય સાથે હોવાથી કોઈ એક રૂટ ના ઉપાડવો .મુસાફરો હોવા છતાં આવા બનોવો રેગુલર (પીક ઉપ અવર) જોવા મળે છે. ડાયવર અને કંડકટર એમના મન મરજી થી બસનું સંચાલન કરે છે.(ટોટલ ફેરા માંથી સમયસુચકતા વાપરી કોઈ ફેરો રદ કરી દેવાય છે.)
૩.સવાર અને સાંજ ના સમયે અનિયમિતતા માટે વારંવાર ફરીયાદો કરવા છતાં મુસાફરો ને ખો –ખો રમાડતા અધિકારો અને કન્ટ્રોલર સામે નજરે પડે છે.વલસાડ ડેપો માં અધિકારી અને કંટ્રોલર ઉધત વર્તન કરે છે.
૪.ધરમપુર ડેપો માં બસ ના મુસાફર પાસ કાઢવા નો સમય સવારે ૮.૦૦ કલાકે થી સાંજે ૪.૦૦ કલાકે છે જયારે ધરમપુર થી મુસાફરો નોકરી ધંધાર્થે બહારગામ સુરત થી મુંબઈ સુધી જાય છે .આવો વર્ગ બહુ મોટો છે જેમને પાસ કાઢવા માટે સવારે વેહલો અને સાંજે ૨ કલાક પણ આપવામાં આવે તો સરળતા રહેશે.
૫.બસ ના વલસાડ ચાર રસ્તા થી બસ ડેપો સુધી ૧૦ થી ૧૧ જેટલા સ્ટોપ બંધ કરી ફક્ત ૩ જ સ્ટોપ રાખવા વીનતી .૧.ચાર રસ્તા ૨. વર્કશોપ ૩. R.P.F ગ્રાઉન્ડ નજીક .
૬. ધરમપુર થી વાપી (નાનાપોઢા-મોટાપોંઢ-ચાણોદ) જવા માટે આવીજ સેવા સવાર અને સાંજે ૧-૧ કલાકે આત્રે ૩ રૂટ ચાલુ કરવાથી વયા વલસાડ થઈ ને જતા મુસાફરો ને સરળતા રહે અમ છે ..
સાહેબ શ્રી ને વિનતી કે અમારા દ્વારા કરાયેલા સૂચનો દયાન માં લઇ ત્વરિત પગલા લઇ મુસાફરો ને પડતી અગવડતા માં રાહત મળે.અને ના સુધારો થાઇ તો મુસાફરો ગાંધી ચીધ્યા માર્ગે ફરી આદોલન કરવા ફરજ પડશે.
એવી આશા સહ ...
લિ
મુસાફરો મંડળ
Wednesday, 6 June 2012
Subscribe to:
Comments (Atom)





